મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ઈરાનના તેહરાનમાં યૂક્રેનનું પ્લેન ક્રેશ: તમામ 176 પેસેન્જરોના મોતની પુષ્ટિ કરતું ઈરાનીયન નેશનલ ટીવી

પ્લેને તેહરાનથી ઉડાન ભરી યૃકેનની રાજધાની કીએફ જઈ રહ્યું હતું

તેહરાન : ઈરાનના તેહરાનમાં યૂક્રેનનું એક પ્લેન દુર્ઘટનાનું શિકાર બન્યું છે. મળતી જાણકારી મુજબ, યૂક્રેનનું પ્લેન બોઇંગ-737માં કુલ ૧૭૬ પેસેન્જર સવાર હતા. તમામ પેસેન્જરોના મોતની પુષ્ટિ કરતું ઈરાનીયન નેશનલ ટીવીએ કરી છે.

   આ પ્લેને તેહરાનથી ઉડાન ભરી હતી અને કીએફ જઈ રહ્યું હતું. કીએફ યૂક્રેનની રાજધાની છે. ઈરાની સમાચાર એજન્સી મુજબ, આ દુર્ઘટના સવારે 9 વાગ્યે રાજધાની તેહરાન સ્થિત ઈમામ ખુમૈની એરપોર્ટની પાસે બની હતી.

 મળતી માહિતી મુજબ, ટેકનીકલ ખામીના કારણે પ્લેન ટેકઑફ બાદ જ ક્રેશ થઈ ગયું. હાલ, રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું છે.

(1:10 pm IST)