મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

જેએનયુ હિંસા મુદ્દે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ દ્વારા તપાસ

કેમ્પસમાં જુદા જુદા પુરાવા એકત્રિત કરાયા : પથ્થરો અને રોડ એકઠા કરી તપાસ : બુરખાધારી શખ્સોને ઓળખી કાઢવા માટેના તમામ જરૂરી પ્રયાસો હાથ ધરાયા

નવીદિલ્હી, તા. : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાની તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ આજે કેમ્પસ પહોંચી હતી. જેએનયુ હોસ્ટેલમાં થયેલી હિંસાના મામલામાં વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ સહિત ૩૪ અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિભાગના નિષ્ણાતો આજે કેમ્પસ પહોંચ્યા હતા અને તપાસને દિશા આપવા માટે પુરાવા એકત્રિત કર્યા હતા. ફિઝિક્સ વિભાગની ટીમ હિંસા માટે ઉપયોગ કરવામાં આવેલા પથ્થર અને રોડને એકત્રિત કરીને આગળ વધ્યા હતા. આના મારફતે બુરખાધારી શખ્સોએ હોસ્ટેલમાં હિંસા ફેલાવી હતી. હિંસામાં જો કોઇ પ્રકારના રસાયણનો પ્રયોગ થયો છે તો કેમિકલ વિભાગની ટીમ તપાસ કરશે.

                ડીએનએ સેમ્પલ સહિત બીજા પુરાવાની બાયોલોજી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એફએસએલ વિભાગની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ પણ સીસીટીવી ફુટેજની તપાસ માટે પહોંચી ચુકી છે. જો કે, ચોથી જાન્યુઆરીના દિવસે સરવર તોડી પાડવામાં આવ્યા બાદ ફોટાઓ જારી કરાયા નથી. સીસીટીવી ફુટેજ મહત્વપૂર્ણ થઇ શક્યા હોત પરંતુ સર્વરરુમ તોડી પાડવામાં આવ્યા બાદ કોઇ ફોટા હાથ લાગી શક્યા નથી. સર્વર રુમને નુકસાન પહોંચાડવા બદલ જેએનયુએસયુના પ્રમુખ સહિત ૧૯ વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

              દિલ્હી પોલીસે એફએસએલ પાસેથી એક કોમ્પ્યુટર ફોરેન્સિક ટીમને પણ સીસીટીવી ફુટેજની તપાસ માટે રવાના કરી છે. દિલ્હી પોલીસે સમગ્ર મામલામાં ઉંડી તપાસ હાથ ધરી છે. એફઆઈઆર દાખલ થઇ ચુકી છે. દરમિયાન જેએનયુમાં હિંસા બાદ ચારેબાજુ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. પોલીસ દળોની જંગી તૈનાતી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે.

(8:49 am IST)