મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

મુથૂટ ફાઇનાન્સ કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ એલેક્જેન્ડર મુથૂટ પર હુમલો કરાયો

અજાણ્યા લોકોએ કાર ઉપર પથ્થરમારો કરતા ઘાયલ

 

મુંબઈ : મુથૂટ ફાઇનાન્સ કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ એલેક્જેન્ડર મુથૂટ ઉપર હુમલો થયો છે કેટલાક અજાણ્યા લોકોએ તેમની કાર ઉપર પથ્થરમારો કર્યો હતો જેમાં તે ઘાયલ થયા હતા. જ્યોર્જ એલેક્જેન્ડરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. મુથૂટ ફાઇનાન્સે ગયા મહિને દેશભરમાં 160 કર્મચારીઓને નોકરીમાંથી કાઠ્યા હતા. જ્યોર્જ એલેક્જેન્ડર પર હુમલો પણ આ જ છટણી સાથે જોડાયેલો હોય તેવુ સુત્રો જણાવી રહ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યોર્જ એલેક્જેન્ડર મુથૂટ પર સવારે 9 વાગ્યે આઈજી ઓફિસની સામે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ આ હુમલાને બદલાની ભાવનાથી જોડીને જોઇ રહી છે કારણ કે ડિસેમ્બરમાં કંપનીએ દેશમાં મુથૂટ ફાઇનાન્સની 43 શાખાઓનાં 160 કર્મચારીઓને છૂટા કર્યા હતા. આ નિર્ણયથી નારાજ કર્મચારીઓનો એક મોટો વર્ગ કંપનીનાં સંચાલન સામે પણ વિરોધ કરી રહ્યો છે.

 આ પ્રદર્શન ભારતીય ટ્રેડ યુનિયન સેન્ટર (સીટૂ) નાં બેનર હેઠળ છે. કંપનીના એમડી પર થયેલા હુમલાનાં આરોપ પણ સીટૂ પર લગાવવામાં આવ્યા છે પથ્થરમારામાં જ્યોર્જ એલેક્જેન્ડર મુથૂટને માથામાં ઈજા પહોંચી હતી.

(12:33 am IST)