મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

UAEમાં ભારતીય માતા-પુત્રી પર હુમલો કરનાર સુદાની નાગરિકને 10 વર્ષની કેદ

ભારતીય માં અને દિકરી સાથેની ઘટના 16 જાન્યુઆરી 2019નાં દિવસે બની હતી,

નવી દિલ્હી:સંયુક્ત આરબ અમિરાતની એક અદાલતે 43 વર્ષિય સુદાની નાગરિકને પોતાના દેશનાં એક વ્યક્તિની હત્યા કરવા અને ભારતીય માં અને તેની સગીર યુવતી પર વર્ષ 2019માં હુમલો કરવાનાં ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે, ગુનેગારને મૃતક નગ્ગી શેખ ઇદરીસનાં પરીવારજનોને બે લાખ દિરહમ આપવાનો દંડ પણ ફટકાર્યો છે.

દોષિતને હત્યાનાં ગુનામાં સાત વર્ષની કેદ અને ભારતીય પર હુમલો કરવાનાં ગુનામાં ત્રણ વર્ષનાં કારાવાસની સજા સંભળાવવામાં આવી,ત્યાર બાદ તેને સુદાન મોકલી દેવામાં આવશે.

ભારતીય માં અને દિકરી સાથેની ઘટના 16 જાન્યુઆરી 2019નાં દિવસે બની હતી, જ્યારે બંને શારજાહનાં અલ બુતૈલા વિસ્તારથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતાં.

(12:23 am IST)