મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

લોકતંત્રમાં શાસનની સૌથી મોટી સફળતા જન સ્વીકૃતિ :પીએમ મોદીએ દેશની 70 વર્ષથી રહેલી સમસ્યાઓ કરી છે ; ગૃહમંત્રી અમિતભાઇ શાહ

ઘણા વર્ષોથી દેશના જનમાનસના મનને પરિવર્તિત કરવાનું કામ કરી રહી છે

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપા અધ્યક્ષ અમિતભાઈ શાહે કહ્યું કે લોકતંત્રમાં શાસનની સફળતાનું સૌથી મોટુ સર્ટીફિકેટ જન સ્વિકૃતિ હોય છે. અમિતભાઈ શાહે કહ્યું કે જનતાએ સતત નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વમાં લોકતાંત્રિક જનાદેશ આપીને આ જન સ્વિકૃતિને સ્પષ્ટ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બીજેપી સરકાર અને પીએમ મોદીના કામકાજ પર વાત કરતા કહ્યું હતું કે તે ઘણા વર્ષોથી દેશના જનમાનસના મનને પરિવર્તિત કરવાનું કામ કરી રહી છે.

  અમિતભાઈ  શાહે કહ્યું હતું કે મોદી જી એ આજે દેશમાં 70-70 વર્ષથી ચાલી રહેલી સમસ્યાઓને સમાપ્ત કરવાનું કામ કર્યું છે. 1967થી લઈ 2014 સુધી આપણા દેશની રાજનીતિને ત્રણ નાસુરો તૃષ્ટીકરણ, જાતિવાદ અને પરિવારવાદે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મોદી જીએ 2014 પછી આ ત્રણેય નાસુરોને સમાપ્ત કરવાનું કામ કર્યું છે.

 અમિતભાઇ શાહે કહ્યું હતું કે દુનિયાને હિન્દી સાંભળવાની આદત મોદી જીએ બનાવી છે. મોદી જીના કામથી દેશને આગળ વધાર્યો છે. પીએમ મોદીને સમજવા માટે તેમના બેકગ્રાઉન્ડને સમજવું જરુરી છે.

અમિતભાઈ  શાહે કર્મયોગી ગ્રંથના અનાવરણ પ્રસંગે કહ્યું હતું કે અત્યાર સુધી ઘોષણાપત્ર ફક્ત એક કાગળનો ટુકડો બનીને રહી જતા હતા પણ હું દાવા સાથે કહીશ કે તમે અમારા 2014ના ઘોષણાપત્રને ઉઠાવીને જોઈ લો. ભાજપા 90 ટકા કામ પુરા કરી ચૂક્યું છે.

(11:55 pm IST)