મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

મહારાષ્ટ્રનાં રાજકરણમાં નવા રાજકીય સમીકરણ રચાશે ? ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે દોઢ કલાક લાંબી મુલાકાત

પાલઘરમાં થનારી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી દરમિયાન કેટલાક બેનર લાગ્યા

મુંબઈ : મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓની આ પહેલી બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી  આ મુલાકાત બાદ હવે મહારાષ્ટ્રમાં નવા રાજનીતિક સમીકરણની ચર્ચાઓ ચાલી રહી છે.

               બંને નેતાઓ વચ્ચે આટલી લાંબી વાતચીત બાદ હવે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બીજેપી 'મનસે' સાથે હાથ મિલાવી શકે છે. આ અટકળો એ માટે પણ લગાવવામાં આવી રહી છે કેમકે શિવસેના હવે બીજેપીથી અલગ થઈ ચુક્યું છે અને તેને મહારાષ્ટ્રમાં ગઠબંધનનાં દળો એટલે કે કૉંગ્રેસ, શિવસેના અને એનસીપી સાથે મુકાબાલા માટે 'મનસે'ની જરૂર પડી શકે છે.

             મહારાષ્ટ્રનાં પાલઘરમાં થનારી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી દરમિયાન ત્યાં કેટલાક બેનર લાગ્યા હતા, જેમાં 'મનસે' અને બીજેપીની નજીકતા જોવા મળી હતી.

             અત્રે ઉલ્લેખનીય છે કે પાલઘરમાં કેટલાક બેનર લાગ્યા હતા જેમાં પીએમ મોદી અને 'મનસે' અધ્યક્ષ રાજ ઠાકરે એક સાથે જોવા મળી રહ્યા હતા. 'મનસે' નેતા રાજ ઠાકરેએ આજે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી, પરંતુ ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે રાજ્યમાં ગૈર-બીજેપી સરકાર બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેનાં શપથ ગ્રહણ સમારંભમાં પણ સામેલ થયા હતા.

            જો કે જ્યારે વિધાનસભામાં ઉદ્ધવ સરકારનું બહુમત પરીક્ષણ થઇ રહ્યું હતુ તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં ધારાસભ્યએ સરકારનાં પક્ષમાં વોટ નહોતુ કર્યું. જો કે તે વખતે મનસે ધારાસભ્ય રાજૂ પાટિલ તટસ્થ રહ્યા હતા. નોંધનીય છે કે તટસ્થ રહેવાનો મતલબ કોઈપણ પક્ષમાં વોટ ના નાખવું છે.

(8:50 am IST)