JNU હિંસા ઉપર ટ્વીટ કરતા તાપસી પન્નુને ફેન્સે પૂછ્યું શું તમે ભારતીય છો ? અભિનેત્રીએ આપ્યો સણસણતો જવાબ
સોશિયલ મીડિયામાં ટ્રોલરનો સામનો કરતા ઘણા ફેન્સે તેણીને સાથ આપ્યો તો કેટલાકે વિરુદ્ધ બોલ્યા
મુંબઈ : બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ દિલ્હીની જવાહર યુનિવર્સિટિમાં થયેલી હિંસાના વિરોધમાં જોરદાર ભાગ લઈ રહી છે. તાપસી મુંબઈના કાર્ટર રોડ પર થયેલા પ્રદર્શનમાં પણ બોલીવુડ સિતારાઓ સાથે જોવા મળી હતી. સાથે જ અભિનેત્રી સતત સોશીયલ મીડિયા પર એક્ટીવ રહી આ હિંસાનો વિરોધ કરતા ટ્વીટ કરી રહી છે.
તાપસીએ JNU હિંસા પર ઘણા ટ્વીટ કર્યા હતા. જે બાદ નેટિજન્સે તેણીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ બધાની વચ્ચે એક ટ્રોલરે તેણીને ટ્વીટ કરી પ્રશ્ન પૂછ્યો કે, શું તમે ભારતીય છો?
ત્યારે તાપસીએ આ ટ્રોલરને જડબાડોડ જવાબ આપતા રીટ્વીટ કરી લખ્યું કે, શું હવે તમને પણ પેપર દેખાડવું પડશે ?
જો કે, તાપસીના આ રીપ્લાય બાદ ઘણા ફેન્સ તેમનો સાથ આપ્યો હતો તો, કેટલાક ફેન્સે તેણીની વિરુદ્ધ બોલવાનું શરૂ કરી દીધું હતું.