મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

''ઇન્ડિયન અમેરિકન ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ'': ૧૦ ડિસેં.૨૦૧૯ના રોજ કેલિફોર્નિયામાં નવું ચેપ્ટર ખુલ્લુ મુકાયું

કેલિફોર્નિયાઃ તાજેતરમાં ૧૦ ડિસેં. ૨૦૧૯ના રોજ ''ઇન્ડિયન અમેરિકન ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ''નું નવું ચેપ્ટર વેસ્ટર્ન સાન ફ્રાન્સિસકો રીજીઓનલ ચેપ્ટર તરીકે ખુલ્લુ મુકાયું.

સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલના સહયોગ સાથે ખુલ્લા મુકાયેલા આ ચેપ્ટરમાં ગવર્નર,ઓકલેન્ડ મેયર,ફ્રેમોન્ટ મેયર, તથા શ્રી આશા કાલરા તેમજ ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડા સહિત વિવિધ ક્ષેત્રોના આગેવાનો હાજર રહ્યા હતા.

વ્યવસાયી તેમજ સરકારી ક્ષેત્રના આ આગેવાનોની ઉપસ્થિતિમાં આર્થિક વિકાસ, કલાઇમેટ ચેન્જ ચેલેન્જ મહિલાઓને નેતૃત્વ માટે આગળ વધારવી સહિતના મહત્વના મુદે ઉદબોધનો કરાયા હતા.

(8:47 am IST)