મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

ફોર્બ્સની ટોપ-20 પ્રભાવશાળી લોકોની યાદીમાં બે બિહારી કન્હૈયા કુમાર-પ્રશાંત કિશોરને મળ્યું સ્થાન

આગામી દાયકામાં ભારતીય રાજનીતિમાં નિર્ણાયક ચહેરા બની શકે

નવી દિલ્હી : ફોર્બ્સ મેગેઝિનની ટોપ ર૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં આ વખતે બે બિહારીઓને પણ સ્થાન પ્રાપ્ત થયું છે. જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર અને જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર ફોર્બ્સની યાદી અનુસાર આગામી દાયકામાં ભારતીય રાજનીતિમાં નિર્ણાયક ચહેરા બની શકે છે.

  ફોર્બ્સ મેગેઝિને પ્રભાવશાળી લોકોની આ યાદીમાં કન્હૈયાકુમારને ૧રમું અને પ્રશાંત કિશોરને ૧૬મું સ્થાન આપ્યું છે. આ બંને ઉપરાંત ફોર્બ્સ મેગેઝિને ભારતીય મૂળના અન્ય પાંચ લોકોનો પણ આ યાદીમાં સમાવેશ કર્યો છે. રાજકીય હસ્તીઓ પર નજર નાખીએ તો કન્હૈયાકુમાર અને પ્રશાંત કિશોર ઉપરાંત તેમાં શ્રીલંકાના રાષ્ટપ્રમુખ રાજપક્ષે, સાઉદી અરેબિયાના યુવરાજ મોહંમદ બિન સલમાન, ન્યૂઝિલેન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડન, પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ, ફિનલેન્ડનાં વડાં પ્રધાન સનાં મારીન અને બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનનો સમાવેશ થાય છે.

ફોર્બ્સ મેગેઝિને કન્હૈયાકુમાર અંગે જણાવ્યું છે કે જેએનયુ (JNU) માં વિદ્યાર્થી રાજનીતિનો ચહેરો એવા કન્હૈયા કુમારે ર૦૧૬માં પોતાની સામેના દેશદ્રોહના આરોપોનો સજ્જડ જવાબ આપ્યો હતો. કન્હૈયાએ જેએનયુમાંથી ડોકટરેટની પદવી પ્રાપ્ત કરી છે.

(10:11 pm IST)