મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

યુ.કે.થી ગુજરાત આવેલા NRI ને ધમકી : રાજકોટના શોરૂમમાંથી કાપડ લઇ પૈસા ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી : અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ : યુ.કે.ના લેસ્ટરમાં સ્થાયી થયેલા  તથા ગુજરાત આવેલા NRI 57 વર્ષીય શ્રી ભરતભાઈ માધવજીએ સોમવારે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવાયા મુજબ તેઓ અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતેની હોટલમાં ઉતર્યા છે તથા ગુજરાતના જુદા જુદા શહેરોમાં જાય છે.તેમણે 24 ડિસેમ્બરના રોજ રાજકોટની મુલાકાત વખતે એક શોરૂમમાંથી 3818 રૂપિયાનું કાપડ ખરીદ્યું હતું તથા રકમ ચૂકવી દીધી હતી.તેમ છતાં કોઈ અજાણ્યો માણસ તેમની પાસે અમદાવાદ ઉઘરાણી કરવા આવ્યો હતો તથા નાણાં નહીં ચૂકવો તો તમારી ફ્લાઈટની મુસાફરી અટકાવી દઈશ તેવી ધમકી આપી હતી.પોલીસ તપાસ ચાલુ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:00 pm IST)