મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

શીખ ફેડરેશન ઓફ યુ.કે. અપીલ કોર્ટમાં : 2021 ની સાલમાં થનારી વસતિ ગણતરીના ફોર્મમાં પાકિસ્તાની, બાંગ્લાદેશી, જેવી નોંધ સાથે શીખ કોમનું નામ પણ લખવામાં આવે

લંડન : યુ.કે.માં 2021 ની સાલમાં થનારી વસતિ ગણતરી માટે ભરવાના થતા ફોર્મમાં લખવાની થતી એશિયન કોમ્યુનિટી અંગેની નોંધમાં પાકિસ્તાની, બાંગ્લાદેશ ,

ચાઇનીસ, જેવી નોંધ સાથે  શીખ કોમનું નામ પણ લખવામાં આવે તેવી માંગણી શીખ ફાઉન્ડેશન ઓફ યુ.કે.એ કરી છે. જે માટે તેઓ કોર્ટ ઓફ અપીલમાં ગયા છે.

ઉલ્લેખનીય છે કે 2018 ની સાલમાં કરાયેલી આ માંગણી યુ.કે.સ્ટેટેસ્ટિક (UKSA)દ્વારા નામંજૂર કરાઈ હતી.તેથી હાઇકોર્ટમાં કરેલી રજુઆત પણ નામંજૂર કરવામાં આવી હતી.જેના કારણમાં જણાવાયા મુજબ આ વસ્તી ગણતરીના ફોર્મ અંગે હજુ સુધી સત્તાવાર નોંધ જાહેર કરાઈ ન હોવાનું કારણ આપવામાં આવ્યું હતુ

(12:34 pm IST)