મુખ્ય સમાચાર
News of Monday, 7th December 2020

પાકિસ્તાનમાં આવતીકાલે જબ્બર રાજકીય વિસ્ફોટ સર્જાવાની તૈયારી : તમામ વિપક્ષી સાંસદો અને ધારાસભ્યો રાજીનામા ફગાવી દેશે : મરિયમ નવાઝે સનસનાટીભર્યા સંકેતો આપ્યા

લંડન: પાકિસ્તાનમાં જબરજસ્ત રાજકીય તોફાન આવી રહ્યું છે. નવાઝ શરીફના પક્ષના મહિલા નેતા અને તેમના પુત્રી મરિયમ નવાઝે સંકેત આપ્યો છે કે આવતીકાલે તારીખ 8 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનના તમામ વિરોધ પક્ષના સાંસદો અને ધારાસભ્યો રાજીનામાની ફગાવે તેવી પૂરી શક્યતા છે. પાકિસ્તાનમાં ઈમરાનની સરકાર  વિરોધ પક્ષો અને જનતાનું નિશાન બની છે.  વિપક્ષોને પ્રજાનો ખૂબ મોટો ટેકો મળી રહ્યો છે. લંડનમાં સારવાર લઈ રહેલા પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે, ઇમરાન સરકાર દેશની સમસ્યાઓથી ભાગી રહી છે. 

મોંઘવારી અને બેરોજગારીની કાબુ બહાર જઈ રહેલ સ્થિતિ,  બગડતી આર્થિક સ્થિતિને નિપટાવવાની જગ્યાએ ખોટા પ્રચારમાં લાગી ગઈ છે.  પાકિસ્તાન મુસ્લિમ લીગના નવાઝ શરીફે વર્ચુઅલ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હાલની સરકાર હેઠળ દેશના નાગરિકો માટે તેમના બાળકોની ફી ચૂકવવી, ઘરનું ભાડુ ચુકવવું અને કારમાં પેટ્રોલ અને ડીઝલ ભરવું મુશ્કેલ બની રહ્યું છે. મરિયમ નવાઝે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કાલે  ૮ ડિસેમ્બરે પાકિસ્તાનની તમામ વિપક્ષી પાર્ટીઓના સાંસદો અને ધારાસભ્યો રાજીનામું આપી શકે છે.

(10:36 pm IST)