મુખ્ય સમાચાર
News of Monday, 7th December 2020

ખેડૂત આંદોલનની બ્રિટન, કેનેડા અને અમેરિકામાં ગુંજ : લંડનમાં ભારતીય દૂતાવાસની સુરક્ષા વધારી

સ્કોર્ટલેન્ડ યાર્ડની વધારાની ટૂકડીને તૈનાત કરાઈ

લંડનઃ ભારતમાં ચાલી રહેલા કિસાન આંદોલનની ગુંજ હવે બ્રિટન, કેનેડા અને અમેરિકામાં પણ સંભળાવા લાગી છે. મોટી સંખ્યામાં શીખ અને બીજા સમુદાયના લોકો કિસાનોના સમર્થનમાં ભારતીય દૂતાવાસોની સામે પ્રદર્શન કરી રહ્યાં છે. આ કારણે આ દેશોમાં ભારતીય મિશનોની સુરક્ષાનો ખતરો વધી ગયો છે. વિદેશ મંત્રાલયની વિનંતી પર રવિવારે લંડન પોલીસે ભારતીય દૂતાવાસની સુરક્ષા વધારી દીધી છે. અહીં સ્કોર્ટલેન્ડ યાર્ડની વધારાની ટૂકડીને તૈનાત કરવામાં આવી છે.
બે દિવસ પહેલા 36 બ્રિટિશ સાંસદોએ ભારતના કિસાન કાયદાના વિરોધમાં બ્રિટનના વિદેશ સચિવને પત્ર લખ્યો હતો. તેમાં પંજાબી મૂળના લેબર પાર્ટીના સાંસદો સિવાય પાકિસ્તાની અને બ્રિટિશ મૂળના સાંસદો પણ સામેલ હતા. તેમણે બ્રિટિશ સરકારને ભારતની સામે આ ત્રણ કાયદાની વિરુદ્ધ વિરોધ નોંધાવવાની માગ કરી હતી. પરંતુ બ્રિટિશ સરકાર તરફથી આ પત્ર પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

(8:26 am IST)