મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

સ્લોવાકિયામાં 12 માળની ઇમારતમાં ગેસ વિસ્ફોટ : ચાર માળ લપેટમાં :પાંચ લોકોના મોત : 40 ઘાયલ

વડાપ્રધાન પીટર પેલેગ્રિનીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

પૂર્વીય સ્લોવાકિયાના પ્રેસ્સોવમાં આવેલ એક 12 માળના એપાર્ટમેન્ટમાં ગેસ વિસ્ફોટ થતા ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે.

 સ્લોવાકિયાના વડાપ્રધાન પીટર પેલેગ્રિનીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચારની પૃષ્ટિ કરી હતી. ગેસ વિસ્ફોટની ઘટનામાં અન્ય 40 જેટલા લોકો ઘવાયા છે અને મૃતકઆંક હજુ ઉંચો જાય તેવી શક્યતા જણાઈ રહી છે

 અગ્નિશામક દળના અધિકારીઓએ જણાવ્યું કે, સૌ પ્રથમ ઇમારતમાં વિસ્ફોટ થયો હતો અને તેની ગણતરીની મિનિટોમાં જ આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું અને ઇમારતના ઉપરના ચાર-પાંચ માળ તેની લપેટમાં આવી ગયા હતા

(7:18 pm IST)