મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

ઉન્નાવ ગેંગરેપ પીડિતાની મોતનો વિરોધ કરતા કાર્યકરોને લાકડી જાય તૂટી ત્યાં સુધી ફટકાર્યા

કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ વિધાનસભાની સામે વિરોધ કરતા પોલીસે કર્યો બળપ્રયોગ

લખનૌ : ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં થયેલી દુષ્કર્મની ઘટના બાદ રાજ્યમાં લોકાક્રોશ છે શનિવારે રાજકીય હંગામો મચી જતા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ સામસામે આવી ગઈ હતી. માત્ર કોંગ્રેસ જ નહીં જુદા જુદા રાજકીય પક્ષના નેતાઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે

  . આ ઉપરાંત સરકારને અપીલ કરી છે કે, ગુનેગારો પર કડક પગલાં ભરવામાં આવે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ વિધાનસભા પરિસર ગેટ પાસે ઘરણા કરી રહ્યા છે. અખિલેશે કહ્યું હતું કે, આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે. તેથી સરકાર કોઈ પ્રકારના કડક વલણ અપનાવતી નથી

  . અખિલેશ બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ કાર્યાલયનો ઘેરાવો કર્યો હતો. આ ઉપરાંત ભાજપ સામે નારેબાજી કરી હતી. કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ વિધાનસભાની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેની સામે લખનઉ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને કાર્યકર્તાઓને રસ્તો ખાલી કરાવ્યો હતો

 . દુષ્કર્મ પીડિતાને મળવા માટે કોંગ્રેસના મોટા નેતા પ્રિયંકા વાડ્રા એમના ઘરે પહોંચ્યા હતા. પરિજનોને સાંત્વના પણ પાઠવી હતી. કોઈ સાથે વાતચીત કર્યા વગર તે પરિજનોને મળવા માટે એમના ઘરના રુમમાં પહોંચ્યા હતા.

(6:40 pm IST)