મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

મારી દીકરીના આરોપીઓને ફાંસી અપાવો અથવા એન્કાઉન્ટર કરો

જેમ હૈદરાબાદની પીડિતાને ન્યાય મળ્યો તેમ મારી દીકરીને પણ ન્યાય આપોઃ પીડિતાની માતા

ઉન્નાવ, તા.૭: ઉત્ત્।ર પ્રદેશના ઉન્નાવમાં પોતાની દીકરીને જીવતી સળગાવી દેવાની દ્યટનાથી સમગ્ર પરિવાર શોકગ્રસ્ત હતો. તેવામાં દીકરીના મૃત્યુની તેમના પર જાણે આભ તૂટી પડ્યું હતું. દીકરીની મોતથી મગ્ર પરિવારજનો આદ્યાતમાં છે. મૃતક પીડિતાના પિતાએ હૈદરાબાદ સામૂહિક બળાત્કારના આરોપીઓની જેમ પોતાની દીકરી પર સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચરનારા લોકોને પણ ગોળીએ દઈ દેવામાં આવે તેવી માગ કરી છે. બળાત્કાર પીડિતાના પિતાએ સરકાર પાસે પોતાની દીકરીના ન્યાય માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેમની દીકરીના હત્યારાઓને કડકમાં કડક સજા આપવામાં આવે કે જેથી કોઈ બીજાની દીકરી સાથે કોઈ આવું ન કરતા ડરે. તેમણે કહ્યું કે મારી દીકરીના આરોપીઓને દોડાવી-દોડાવીને ગોળી મારી દેવી જોઈએ અથવા તો તેમને ફાંસીના માચડે ચઢાવી દેવા જોઈએ. મૃતક પીડિતાની માતાએ સરકારને કહ્યું કે હૈદરાબાદ બળાત્કાર કેસની પીડિતાના આરોપીઓનું જેમ પોલીસે એન્કાઉન્ટર કરીને તેને ન્યાય આપવામાં આવ્યો તેમ મારી દીકરીને પણ ન્યાય આપો. પીડિતાના પિતાએ કહ્યું કે આરોપીઓ સતત અમને ધમકી આપી રહ્યા હતા કે તમને બદાને મારી નાખીશું, સળગાવી દઈશું. આરોપીઓ અમારા દ્યરે આવીને ધમકી આપતા, અમરી સાથે મારપીટ પણ કરતા હતા.  ૩ ડિસેમ્બરના રોજ જ મારી દીકરી પર બળાત્કાર ગુજારનારો આરોપી કે જે જેલમાંથી જામીન પર મુકત થયો હતો તેણે મારા દ્યરે આવીને અમને ધમકી આપી હતી અને એના બીજા જ દિવસે તે નરાધમોએ મારી દીકરીને જીવતી સળગાવી દીધી. ઉન્નાવમાં જામીન પર બહાર આવેલા આરોપીઓએ સામૂહિક બળાત્કારની પીડિતા પર હુમલો કરી એને તેને જીવતી સળગાવી દીધી હતી. આ દ્યટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી પીડિતાએ શુક્રવારે મોડી રાત્રે સફદરગંજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીડિતાની સ્થિતિ સતત બગડી રહી હતી તેથી તેને ગુરૂવારે મોડી સાંજે એરલિફટ કરીને દિલ્હી લઈ જવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમાં તેનું મોત નિપજયું હતું.

(3:55 pm IST)