મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

બુલંદશહેરમાં 14 વર્ષની માસુમ બાળા પર ત્રણ યુવકોનો બળાત્કાર : વિડિઓ બનાવી વાયરલ કર્યો

અહેવાલ પ્રમાણે ત્રણે બળાત્કારીઓ પણ સગીર વયના : ત્રણ આરોપી અને વિડિઓ ઉતારનારની ધરપકડ

બુલંદશહર :ઉન્નાવના ગેંગરેપની પીડિતાના મોત બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં 14 વર્ષની એક સગીર બાળા પર ત્રણ યુવકોએ બળાત્કાર કર્યો હતો અને એનો વિડિયો બનાવીને સોશ્યલ મિડિયા પર મૂકી દીધો હતો.

 પોલીસે બળાત્કાર કરનારા ત્રણે યુવકો અને વિડિયો ઊતારનારા ચોથા યુવકને ચારેને ઝડપી લીધા હતા અને કિશોરીને ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી.

આ છોકરી ત્રીજી ડિસેંબરે ખેતરમાં શાકભાજી ચૂંટવા ગઇ હતી. એને એકલી જોઇને આ ત્રણ યુવકો ત્રાટક્યા હતા. એક અહેવાલ પ્રમાણે ત્રણે બળાત્કારીઓ પણ સગીર વયના છે. આ ગેંગરેપની ફરિયાદ કિશોરીના કાકાએ લખાવી હતી. પોલીસ વધુ પૂછપરછ કરી રહી હતી.

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર સામે દિવસે દિવસે લોકોનો રોષ વધતો જાય છે.

(2:11 pm IST)