મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

બાબરી ધ્વંશ પૂર્વયોજિત ષડયંત્ર હતું: સૌથી મોટા જવાદાર કલ્યાણ સિંઘઃ જસ્ટીસ લિબ્રહાન

અડવાણી એક ચાલાક રાજનેતા અને દેશભકત છે

નવીદિલ્હીઃ અયોધ્યામાં બાબરી મસ્જીદ કેસની તપાસ કરનાર જસ્ટીસ લીબ્રહાન મુજબ તેમનું તપાસ પંચ રાજકીય સમસ્યાઓને શાંત કરવા ગઠીત થયેલ અને તેની કોઈ વાસ્તવીક અસર નથી થઈ. તેમણે જણાવેલ કે મે આશા રાખેલ કે ખટલો ચાલશે અને જવાબદાર ઠેરવાયલો લોકો પોતાની જવાબદારીનો સ્વીકાર કરશે અને સરકાર પણ જવાબદારી લેશે. આ એક રીતે મારા પ્રયત્નોની બરબાદી હતી, આવું જ બધા આયોગના રિપોર્ટ સાથે થાય છે.

જસ્ટીસ લીબ્રહાને ૨૦૦૯માં પોતાના રિપોર્ટમાં રાજકીય સત્તા હાંસલ કરવા માટે ધર્મનો ઉપયોગ રોકવા માટે સજા દેવાની જોગવાઈ માટે ભલામણ કરી હતી. તેમણે જણાવેલ કે બાબરી મસ્જીદ તોડી પાડવાનું અગાઉથી ષડયંત્ર હતુ. સુપ્રીમ કોર્ટના રામજન્મભૂમિના નિર્ણયમાં પણ જસ્ટીસ લિબ્રહાનની રિપોર્ટ ઉપર મ્હોર મારવામાં આવેલ.

રામ મંદિર આંદોલનના નેતા રહેલ લાલકૃષ્ણ આડવાણીને જસ્ટીસ લિબ્રહાન દેશભકત માને છે. તેમણે જણાવેલ કે અડવાણી એક ચાલાક રાજનેતા છે અને દેશભકત છે અને હું તેમને અમુક અંશે બાબરી મસ્જીદ તોડી પાડવા અંગે જવાબદાર માનું છું. તેઓ અપરાધી છે કે નહીં તે કોર્ટે નકકી કરશે. મે તેમને અપરાધી નથી કહ્યા. જયારે બાબરી ધ્વંશના સૌથી મોટા જવાબદાર તરીકે કલ્યાણસિંહને ગણાવ્યા હતા.

(1:00 pm IST)