મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

હૈદરાબાદ ગેંગરેપના આરોપીની લાશને સુરક્ષિત રાખવા હાઇકોર્ટનો આદેશ :સોમવારે સુનાવણી : માનવાધિકાર ટીમ હૈદરાબાદ પહોંચશે

એન્કાઉન્ટર કેસ શંકાના દાયરામાં : તેલંગાણા હાઇકોર્ટમાં અરજી : મુંબઈના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં પત્ર લખ્યો : સીબીઆઈ તપાસની માંગણી

હૈદરાબાદ ગૈંગરેપ પીડિતાના આરોપીઓના એન્કાઉન્ટર મામલે તેલંગાના હાઈકોર્ટે નોંધ લીધી છે. કોર્ટે સોમવાર રાતના આઠ વાગ્યા સુધી મૃતદેહને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એન્કાઉન્ટ વિરુદ્ધ કરવામા આવેસી અરજી પર સોમવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી કરશે. મામલે માનવાધિકારની ટીમ પણ શનિવારે હૈદરાબાદ જશે

   બીજી તરફ મુંબઈના કેટલાક વકીલોએ પણ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશને હૈદરાબાદ ગૈંગરેપના આરોપીઓના એન્કાઉન્ટરને લઈને પત્ર લખ્યો છે. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસે ચારેય આરોપીઓની હત્યા કરી છે

    વકીલો પત્ર દ્વારા કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવાની માંગણી કરી છે. પત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ, તેલંગાના હાઈકોર્ટના ચીફ જસ્ટીસ, તેલંગાનાના પોલીસ મહાનિર્દેશક, રાષ્ટ્રીયમાનવાધિકાર આયોગના અધ્યક્ષને લખવામાં આવ્યો છે. પત્રમાં એન્કાઉન્ટરના નામે આરિફ,શિવા, નવીન અને ચેન્નેકશવલની હત્યા કરવામાં આવી છે.બીજી તરફ આરોપીઓના પરિવારજનોએ પણ એન્કાઉન્ટર સામે સવાલો ઉઠાવ્યા છે.

(11:14 pm IST)