મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

ભારત સરકારે ભાગેડુ નિત્યાનંદનો પાસપોર્ટ કર્યો રદ: વિદેશોમાં સ્થિત તમામ હાઈ કમિશનોને પણ ચેતવ્યા

નવી દિલ્હી : ભારત સરકારે દેશ છોડીને ભાગેલા રેપ આરોપી નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી દીધો છે. સાથે જ તેના તરફથી આપેલા નવા પાસપોર્ટની અરજી પણ ફગાવી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ માહિતી આપી છે. રવીશ કુમારે જણાવ્યુ કે મંત્રાલયોએ વિદેશોમાં સ્થિત બધા હાઈ કમિશનને પણ નિત્યાનંદ વિશે સતર્ક કરી દીધા છે. તેમને માહિતી આપી દેવામાં આવી છે કે કઈ રીતના ગંભીર ગુનાના કેસ તેની સામે ચાલી રહ્યા છે.

ગુજરાત પોલિસે થોડી દિવસ અગાઉ જણાવ્યુ હતુ કે સ્વયંભૂ બાબા નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે. જણાવવામાં આવ્યુ છે કે તેણે દક્ષિણ અમેરિકા મહાદ્વીપના મધ્યમાં ઈક્વાડૉર પાસે એક દ્વીપને ખરીદીને તેના પર એક નવો દેશ હિંદુ રાષ્ટ્ર કૈલાશ વસાવી દીધો છે. રવીશ કુમારે પ્રેસ કૉનફરન્સ દરમિયાન જણાવ્યુ કે ભારત-જાપાન શિખર સંમેલન 15-17 ડિસેમ્બર સુધી યોજાવાનુ છે.

સૂદાનની રાજધાની ખાર્તૂમમાં એક સિરામિક ફેક્ટરીમાં થયેલા એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ વિશે રવીશ કુમારે જણાવ્યુ કે આ ઘટનામાં 6 ભારતીયોના મોત થયા છે. તેમણે જણાવ્યુ કે 58 ભારતીય મજૂર કારખાનામાં કામ કરી રહ્યા હતા જેમાંથી છના મોત થઈ ગયા છે. આઠ લોકોનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. 11 લોકોની ઓખળ થઈ શકી નથી. 33 લોકો સુરક્ષિત છે. પહેલા સૂદાનની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 18 ભારતીયોના માર્યા ગયાની વાત કહેવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પાકની જેલમાં બંધ કુલભૂષણ જાધવને બીજા કાઉન્સિલર પૂરા પાડવા માટે કહ્યુ. અમે સતત કહી રહ્યા છે કે અમે રાજનાયિક ચેનલોના માધ્યમથી પાકિસ્તાની પક્ષના સંપર્કમાં છીએ. અમે આઈસીજેના નિર્ણયને જોતા પાકિસ્તાનને તત્કાલ અને પ્રભાવી રાજનાયિક પહોંચ આપવા માટે કહ્યુ છે. રવીશ કુમારે નાઈજીરિયામાં ભારતીય ચાલક દળના સભ્યોના અપહરણ પર કહ્યુ કે 3 ડિસેમ્બરના રોજ નાઈજીરિયા પાસે જહાજથી 18 ભારતીય ચાલક દળના સભ્યોનુ અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ. આ બાબતે અમે નાઈજીરિયાઈ અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.

(12:00 am IST)