News of Saturday, 7th December 2019
આવતીકાલ 7 ડિસેમ્બરના રોજ ભારતના સુપ્રસિદ્ધ ગાયક મન્નાડેની 100 મી જન્મજયંતિ : ભારતીય વિદ્યાભવન યુ.એસ.એ.ના ઉપક્રમે સંયુક્તા સેન દિગ્દર્શિત ક્લાસિકલ સંગીત સંધ્યા પ્રોગ્રામ દ્વારા ઉજવણી કરાશે
ન્યુયોર્ક : આવતીકાલ 7 ડિસેમ્બરના રોજ ભારતના સુપ્રસિદ્ધ ગાયક મન્નાડેની 100 મી જન્મજયંતિ છે.પદ્મભૂષણ વિભૂષિત આ મહાન પ્લેબેક સિંગરની સ્મૃતિમાં ભારતીય વિદ્યાભવન યુ.એસ.એ.ના ઉપક્રમે સંયુક્તા સેન દિગ્દર્શિત ક્લાસિકલ સંગીત સંધ્યા પ્રોગ્રામ દ્વારા ઉજવણી કરાશે જેમાં જુદા જુદા કલાકારો અને સ્ટુડન્ટ્સ વિવિધ કૃતિઓ રજુ કરશે
રોમાન્ટી ઓડિટોરિયમ, 305, 7મો એવન્યુ,17 મો ફ્લોર,ન્યુયોર્ક મુકામે થનારી ઉજવણીનો સમય સાંજે 5 વાગ્યાનો રહેશે જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.વિશેષ માહિતી કોન્ટેક ન.212-989-8383 ,અથવા 347-295-7726 દ્વારા અથવાwww.bhavanus.org દ્વારા મળી શકશે તેવું ભવનની યાદીમાં જણાવાયું છે.
(12:46 pm IST)