મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

છતીસગઢ ઇવીએમના સ્ટ્રોંગરૂમ પરીસરમાંથી લેપટોપ સાથે બે વ્યકિત પકડાઇ

જગદલપૂર( છતીસગઢ) મા ઇવીએમ રાખવા માટે બનેલ સ્ટ્રોંગરૂમના પરીસર માથી લેપટોપ સાથે ર વ્યકિતની ધરપકડ કરવામાં આવી. પોલીસે કહ્યુ ધરપકડ કરેલ લોકોએ જણાવ્યુ કે તે ટેલીકોમ કંપની રીલાયન્સ જીયોના કર્મચારી છે. અને મામલાની તપાસ થઇ રહી છે. આ મામલાને લઇ ર સુરક્ષા કર્મીઓને છુટા કરી દેવામા આવ્યા.

(11:51 pm IST)