મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

પ્રમુખ સ્વામીએ આદિવાસી ગામોને વ્યસન મુકત બનાવ્યા'તા : આનંદીબેન

પૂ.પ્રમુખસ્વામીના નિખાલસ ચહેરાના દર્શન પૂ.મહંત સ્વામીમાં થાય છે, આવા સંતના ચીલે ચાલીશું તો સૌનું કલ્યાણ થશે * ૧ હજાર બાળાઓ, કિશોરીઓ અને યુવતીઓ દ્વારા નારી શકિતનું ગાન રજૂ, મહિલાઓ મંત્રમુગ્ધ

રાજકોટ, તા. ૭ : પ.પૂ. પ્રમુખ સ્વામીએ અનેક ગામોને મારી નજર સામે વ્યસનમુકત બનાવ્યા છે. પ્રમુખ સ્વામીના નિખાલસ ચહેરાના દર્શન પૂ.મહંત સ્વામીમાં થાય છે આવા સંતના ચીલે ચાલીશુ તો સૌનું કલ્યાણ થશે તેમ પ્રમુખ સ્વામીના ૯૮માં જન્મોત્સવમાં ગઈસાંજે આયોજીત મહિલા સંમેલનમાં મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ આનંદીબેન પટેલે સંબોધનમાં જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે માત્ર સરકાર કે સરકારી સંસ્થાઓથી વિકાસ થયો નથી. બીએપીએસ જેવી સંસ્થા, પૂ.પ્રમુખસ્વામી જેવા સંતોના આર્શીવાદથી વિકાસ થયો છે. પ્રમુખ સ્વામીની જેમ મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગે તો સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓને એક કરી દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે.

વિરાટ મહિલા સંમેલનમાં બાલિકા નૃત્ય નાટીકા - ખીસકોલી, સંવાદ - કરૂણાની ભગીરથી ગંગા, ગ્રાન્ડ શો નૃત્ય રજૂ કરવામાં આવેલ.

મહિલા સંમેલનમાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના મધ્યપ્રદેશના મહામહીમ રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલ તેમજ શ્રીમતી અંજલીબેન રૂપાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રીમતી નિલામ્બરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન આજે નિઃશુલ્ક ઓપરેશન યજ્ઞનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. (૩૭.૪)

(3:51 pm IST)