મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

કજિયો હવે શેરીમાં...

ફોર્ટિસના અબજોપતિ સિંહબંધુનો ઝઘડો મારમારી સુધી પહોંચી ગયો

નવીદિલ્હી, તા.૭:ફોર્ટિસને નવી ઊંચાઇ પર લઇ જનારા સિંહબંધુઓ-મલવિંદર અને શિવિંદરસિંહ વચ્ચે સંપત્ત્િ।ના વિવાદનો મામલો હવે મારપીટ સુધી પહોંચી ગયો છે. કંપનીના પૂર્વ સીએમડી મલવિંદરસિંહે પોતાના નાના ભાઇ શિવિંદરસિંહ પર એવો આક્ષેપ કર્યો છે કે શિવિંદરે તેના પર હુમલો કર્યો હતો અને પોતાને થયેલ ઇજાઓના નિશાન બતાવતાં જણાવ્યું હતું કે તેણે મારી સાથે મારપીટ કરી છે.

જયારે સામે પક્ષે શિવિંદરે મલવિંદરના આ આક્ષેપને નકારી કાઢતાં જણાવ્યું હતું કે મલવિંદરે મારી સાથે મારપીટ કરી હતી. મલવિંદરે વોટસએપ ગ્રૂપ પર એક તસવીર શેર કરી છે જેમાં તેના શરીર પર ઇજાના નિશાન દેખાય છે.

મલવિંદરે એક એવો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે આજે પ ડિસેમ્બર, ર૦૧૮ના રોજ સાંજે ૬-૦૦ વાગ્યા બાદ મારા નાના ભાઇ શિવિંદર મોહનસિંહે પપ, હનુમાન રોડ પર મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને ધમકી આપી હતી. તેણે મારા પર હાથ પણ ઉપાડ્યો હતો. મને ઇજા થઇ હતી. મારા શર્ટનું એક બટન તૂટી ગયું હતું, જેના કારણે મારા શરીર પર ઉઝરડા પડી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મલવિંદર અને શિવિંદર વચ્ચે સંપત્ત્િ।ને લઇને ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. જયારે તેમને ખબર પડી કે તેમની ઉપર રૂ.૧૩,૦૦૦ કરોડનું દેવું થઇ ગયું છે ત્યારે તેમણે ભારતની સૌથી મોટી દવા કંપની રેનબકસીનેે જાપાનની દાઇચી સેન્કયોને વેચી નાખી હતી. તેના દ્વારા રૂ.૯,પ૬૭ કરોડની કેશ આવી હતી. આ કંપની તેમને પોતાના પિતા પરવિંદરસિંહ પાસેથી વિરાસતમાં મળી હતી.

રેનબકસીને વેચ્યા બાદ છેલ્લા ૧૦ વર્ષમાં સિંહ બંધુઓએ ફોર્ટિસ હેલ્થ કેર અને રેલીગેર એન્ટરપ્રાઇસીઝ જેવા એનબીએફસી પરથી પોતાનો અંકુશ ગુમાવી દીધો હતો. સિંહ બંધુઓની સફળતાની ગાથામાં ટ્રેજેડીની શરૂઆત ત્યારે થઇ હતી જયારે રેનબકસી વેચ્યા બાદ મળેલ રૂ.૯પ૦૦ કરોડની કેશમાંથી સિંહ બંધુઓએ રૂ.ર,૦૦૦ કરોડ ટેકસ અને જૂની લોન ચૂકવવામાં લગાવ્યા હતા. બાકી વધેલા રૂ.૭પ૦૦ કરોડમાંથી રૂ.૧૭પ૦ કરોડ રેલીગેરમાં લગાવ્યા હતા કે જેથી કંપનીની પ્રગતિ થાય.

આ રીતે રૂ.રર૩૦ કરોડ ફોર્ટિસ ગ્રોથ માટે લગાવવામાં આવ્યા હતા, પરંતુ મહત્ત્વની વાત એ છે કે રૂ.ર૭૦૦ કરોડ ગુરુ ધીલોન પરિવારને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને બાકીના નાણાં મરજી મુજબ રોકવામાં આવતાં ઘણું નુકસાન થયું હતું અને ત્યારથી જ બંને ભાઇઓ વચ્ચે ઝઘડા શરૂ થઇ ગયા હતા.(૨૨.૧૧)

(3:46 pm IST)