મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩૯-૪પ પૈસાનો થયેલો ઘટાડો

ક્રુડ ઓઇલની કિંમત ઓકટોબર બાદ ૩૧ ટકા ઘટી : કિંમતોમાં છેલ્લા ઘણા સમયથી અવિરત ઘટાડાના કારણે રાહત થઇ : દિલ્હીમાં ડીઝલ હવે ૬૬ રૂપિયાથી પણ નીચે

નવી દિલ્હી,તા. ૭: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડાનો દોર જારી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત ઘટતા  દેશના મોટા શહેરોમાં પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત ઘટી રહી છે. આજે તેવ કિંમતો મોટા શહેરોમાં ૩૯-૪૫ પૈસા સુધી ઘટી ગઇ હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે પહેલાની તુલનામાં ખુબ નીચે પહોંચી ગઇ છે. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.  સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ૪૪ દિવસના ગાળામાં જ ક્રુડ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. દેશભરમાં નવેમ્બર મહિનામાં હજુ સુધી પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાથી વધારે અને ડીઝલની કિંમતમાં ૪.૩૦થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ચીન વચ્ચે સ્થિતી હવે હળવી થઇ રહી છે. તેલ કિંમતોમાં હજુ વધ ુ ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યા છે.આજના કાપ બાદ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં નોન બ્રાન્ડેડ પેટ્રોલની કિંમત ૪૦ પૈસા ઘટીને ૭૧.૩૨ની સપાટી પર પહોંચી ગઇ હતી. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલન કિંમત અવિરત પણે વધી હતી. ભાવ વધારાની સામે કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ જોરદાર દેખાવ કર્યા હતા. ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. ભાવમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવામાં આવ્યુ હતુ. જો કે ચૂંટણી સમય પહેલા ભાવમાં ઘટાડાની શરૂઆત થઇ હતી. જેથી ભાવ ઓક્ટોબર બાદથી સતત ઘટવાની શરૂઆત થઇ હતી. જુદા જુદા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ભારે હોબાળો થઇ ગયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત એશિયન ટ્રેડ કારોબારમાં વહેલી સવારે ૬૦ ડોલર પ્રતિ બેરલથી પણ નીચે પહોંચી જતા ભાવ હજુ ઘટે તેના સંકેતો દેખાઇ રહ્યા છે.

શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવ

નવી દિલ્હી, તા.૭: પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે ઘટાડો થયો હતો. શુક્રવારેના દિવસે વધુ ઘટાડો થયા બાદ ચિત્ર નીચે મુજબ છે.

પેટ્રોલના ભાવ

મેટ્રો.............................................. ભાવ (લીટરમાં)

દિલ્હી........................................................ ૭૧.૯૨

મુંબઈ....................................................... ૭૬.૫૦

ચેન્નાઈ...................................................... ૭૩.૫૭

કોલકત્તા.................................................... ૭૨.૯૭

ડિઝલના ભાવ

દિલ્હી........................................................ ૬૫.૫૫

મુંબઈ....................................................... ૬૮.૫૯

ચેન્નાઈ...................................................... ૬૯.૧૯

કોલકત્તા.................................................... ૬૭.૨૮

(3:43 pm IST)