મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાનીએ ભાજપ પર કરેલા કેસ પરત ખેંચવા કરી અરજી

કોર્ટમાં તમામ કેસમાં સમાધાન કરવા માટેની અપીલ કરી

નવી દિલ્હી :દેશના વરિષ્ટ વકીલ રામ જેઠમલાનીએ ભાજપ પર કરેલા કેસ પરત ખેંચવા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી છે. 2013માં ભાજપના સાંસદ રામ જેઠમલાનીને અનુશાસનહીનતાના આરોપ હેઠળ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેમણે ભાજપ વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને જેઠમલાનીએ 50 લાખનું વળતર માગ્યુ હતું.

    જેઠમલાનીએ કોર્ટમાં તમામ કેસમાં સમાધાન કરવા માટેની અપીલ કરી છે. જ્યારે જેઠમલાનીએ કરેલી અરજી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષભાઈ  અમિત શાહે જેઠમલાની પર કરવામાં આવેલી કાર્યવાદી પર દુખ વ્યક્ત કર્યુ હતુ.

  મળતા અહેવાલ પ્રમાણે ભાજપે પાર્ટીમાં રામજેઠમલાનીના નિર્ણયનો સ્વિકાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રામ જેઠમલાની ભાજપના સંસ્થાપક ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. અને ભાજપના વિકાસ માટે તેણે કામ કર્યુ છે.

(3:02 pm IST)