મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

ભાગેડુ ઉદ્યોગપતિઓને મોટો ઝટકો : બ્રિટને ગોલ્ડન વિઝા કર્યા રદ

રોકાણકારોનું સ્વાગત પરંતુ ભાગેડુને સહન નહિ કરાઈ : ગોલ્ડન વિઝાના દુરુપયોગ બાદ લેવાયું પગલું

નવી દિલ્હી : કરોડો રૂપિયાનો ચુનો લગાવી બ્રિટન ભાગી જનારા ભાગેડું ઉદ્યોગપતિઓને મોટો ઝટકો લાગી શકે છે. બ્રિટન સરકારેગોલ્ડન વીઝાને રદ કર્યા છે આ મામલે બ્રિટનના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, ગોલ્ડન વીઝાનો દુરઉપયોગ થતો હોવાથી વીઝાના નવા નિયમ ન બને ત્યાં સુધી ગોલ્ડન વીઝાને રદ કરવામાં આવ્યા છે.

  બ્રિટન સરકારે હમેશા રોકાણકારોનું સ્વાગત કર્યુ છે. પરંતુ એવા ભાગેડુઓને સરકાર સહન નહી કરે જેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોય. બ્રિટન સરકારે વધુમાં જણાવ્યુ કે, વીઝાનું પાલન કરાવવા માટે વીઝા માટે અરજી કરનારને વીઝાના આકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન વીઝા હેઠળ કોઈપણ વ્યક્તિ 20 લાખ પાઉન્ડનું રોકાણ બ્રિટનમાં કરે તો તેને ગોલ્ડન વીઝા આપવામાં આવે છે રોકણની રકમ 50 લાખ પાઉન્ડ થવા પર બ્રિટનમાં સ્થાયી થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રિટનમાં 76 ભારતીય ઉદ્યોગપતિઓને ગોલ્ડન વિઝા મળ્યા છે

(2:29 pm IST)