મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

જમ્મુ કાશ્મીર:પીડીપીના થિંક ટેંક ગણાતા રાજનેતા હસીબ દ્રાબુએ રાજીનામું ફગાવ્યું

પીડીપીના શીર્ષ નેતૃત્વથી નારાજ હતા :પીડીપીને અલવિદા પણ કહી દીધુ

જમ્મુ કાશ્મીરમાં પીડીપી માટે થિંક ટેંક ગણાતા હસીબ દ્રાબુએ પીડીપીમાંથી રાજીનામું આપ્યુ છે. હસીબ દ્રાબુએ રાજનેતા છે જેમણે 2015માં જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીપીડીના ગઠબંધન માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી. દ્રાબુને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીની સૌથી નજીકના વ્યક્તિ ગણવામાં આવતા હતા.

   તેઓ પીડીપી અને ભાજપની ગઠબંધીત સરકારમાં નાણા પ્રધાન હતા. દ્રાબુએ છ મહિના પહેલા જમ્મુ કાશ્મીરન સમસ્યાને એક સામાજિક મુદો ગણાવ્યો હતો. આ પ્રકારના નિવેદન બાદ મહેબુહા મુફ્તી દ્રાબુને મંત્રીમંડળમાંથી સસ્પેન્ડ કર્યા હતા. દ્રાબુને સસ્પેન્ડ કરવામાં આવતા તેઓ પીડીપીના શીર્ષ નેતૃત્વથી નારાજ હતા. અંતે તેમણે પીડીપીને અલવિદા પણ કહી દીધુ છે

(2:26 pm IST)