મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત લથડી :સ્ટેજ પર ફસડાઈ પડ્યા

રાષ્ટ્રગાન માટે ઉભા થતી વેળાએ ચક્કર આવતા બેભાન થયા ;તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા

નવી દિલ્હી :કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની તબિયત અચાનક લથડી ગઇ છે. મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક પ્રોગ્રામ ગરમિયાન તે સ્ટેજ પર જ બેભાન થઇને ફસડાઇ પડ્યા હતા જે બાદ તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

   આ ઘટના તે સમયે બની જ્યારે નિતિન ગડકરી રાષ્ટ્રગાન માટે ઉભા થઇ રહ્યાં હતા. તે જ સમયે અચાનકથી તેઓ બેભાન થઇને નીચે પડી ગયાં હતા. જે સમયે આ ઘટના ઘટી તે સમયે મહારાષ્ટ્રના ગવર્નર સી વિદ્યાસાગર રાવ પણ સ્ટેજ પર ઉપસ્થિત હતા.

(1:51 pm IST)