મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

ઉત્તરાખંડમાં ફિલ્મ કેદારનાથ પર પ્રતિબંધ

હાઇકોર્ટે રોક લગાવવા ઇન્કાર કર્યા બાદ રાજ્ય સરકારે ઉઠાવ્યું પગલું

ઉત્તરાખંડમાં સારા અલી ખાન અને સુશાંતસિંહ રાજપુતની ફિલ્મ કેદારનાથ પર રોક લગાવી દેવામાં આવી છે. ફિલ્મ પર લવ જેહાદ, ભગવાનનું અપમાન અને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મનો વિરોધ કેદારનાથ મંદિરના પુજારીઓ કરી રહ્યા છે.

  આ પહેલા ગુરૂવારે ઉત્તરાખંડ હાઈકોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો હતો.પરંતુ ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો છે.

(1:36 pm IST)