મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

દેશમાં બે તૃત્યાંશ ગ્રેજ્યુએટ મહિલાઓ બેકાર

રોજગારમાં મહિલાઓની ભાગીદારી ૪૮% થાય તો વિકાસ દર ૧૦% સુધી પહોંચી શકે

નવી દિલ્હી તા. ૭ : દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી ગ્રેજ્યુએશન પુરૃં કર્યા પછી દેશની બે તૃત્યાંશ મહિલાઓ બેરોજગાર છે.

પુરૂષો અને મહિલાઓની કામ કરવાની યોગ્યતામાં કોઇ ખાસ અંતર ન હોવા છતાં પણ આ પરિસ્થિતિ છે. યુએનડીપી, એઆઇસીટીઇ અને ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇ દ્વારા થયેલા એક સ્ટડીમાં આ વાત બહાર આવી છે. આ રિપોર્ટ એ માન્યતાને પણ દુર કરે છે કે દેશના કોર્પોરેટ જગતમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે.

ઇન્ડિયા સ્કીલ ૨૦૧૯ નામના આ રિપોર્ટના લૈંગિક વિવિધતા અભ્યાસમાં કહેવાયું છે કે, પુરૂષોની રોજગાર યોગ્યતા ૪૮ ટકા છે. જ્યારે મહિલાઓની રોજગાર યોગ્યતા ૪૫.૬ ટકા છે છતાં પણ કોર્પોરેટ જગતમાં ૭૫ ટકાથી વધારે ભાગીદારી પુરૂષો પાસે છે. મહિલાઓની હિસ્સેદારી સતત ઘટતી રહી છે. ૨૦૧૪માં તે ૨૯ ટકા હતી જે ૨૦૧૮માં ઘટીને ૨૩ ટકા થઇ ગઇ છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, જો વર્કફોર્સમાં મહિલાઓની હિસ્સેદારીને વધારીને ૪૮% કરવામાં આવે તો આર્થિક વિકાસ દર ૧૦ ટકા સુધી પહોંચાડી શકાય.(૨૧.૧૨)

(11:44 am IST)