મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

કેન્દ્ર સરકારે યુનિવર્સિટીઓના રજિસ્ટ્રારની મુદ્દત ફિક્સ કરી નાખી: હવેથી પાંચ વર્ષ માટે નિમાશે

રજિસ્ટ્રાર સહિતના વહિવટી અધિકારીઓના પે સ્કેલમાં સુધારો

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે દેશની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રાર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર સહિતના વહિવટી અધિકારીઓના પે સ્કેલમાં સુધારો કર્યો છે ત્યારે રાજ્ય સરકારે પણ રજિસ્ટ્રાર સહિતના વહિવટી અધિકારીઓના પે સ્કેલમાં સુધારો કર્યો છે 

    આ ઉપરાંત કેન્દ્ર સરકારના રજિસ્ટ્રાર સહિતની વહિવટી અધિકારીઓની જગ્યા માટેના નિયમોને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ માટે લાગુ કર્યા છે જે મુજબ સરકારે યુનિવર્સિટીઓના રજિસ્ટ્રારની મુદ્દત ફિક્સ કરી છે અને હવે પાંચ વર્ષની મુદ્દત માટે રજિસ્ટ્રાર નિમાશે તથા દર પાંચ વર્ષ માટે સરખા સમયગાળા માટે રીન્યુ કરાશે.

  કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા યુજીસીને પરિપત્ર કરીને સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રાર સહિતના વહિવટી અધિકારીઓની જગ્યા માટે નિમયો લાગુ કરાયા છે.

(11:19 am IST)