મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

દેશમાં સ્થાપિત અક્ષય ઊર્જાની ક્ષમતા 73,350 MW થઈ ::2022માં 1,75 લાખ મેગાવોટ ક્ષમતાનો લક્ષ્યાંક

નવી દિલ્હી :દેશમાં સ્થાપિત નવીનીકરણ યુક્ત ઊર્જા ઉત્પાદન ક્ષમતા 73.350 મેગાવોટ હતી અને 21,500 મેગાવોટ પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. એમ, નવી અને નવીનીકરણીય ઊર્જા સચિવ આનંદ કુમાર જણાવ્યું હતું.

  આનંદ કુમારે સ્કોચ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે આજે ભારત વૈશ્વિક નકશા પર નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં વૃદ્ધિની આગેવાની કરી રહ્યું છે. કુમારે જણાવ્યું હતું કે, 2030 સુધીમાં ભારતે વિશ્વભરમાં 40 ટકા નવીન અને નવીનીકરણીય ઊર્જા ફાળો આપ્યો છે અને 2022 સુધીમાં અમારી પાસે 1,75,000 મેગાવોટ નવીનીકરણીય ઊર્જા કાર્યક્ષમતા સ્થાપિત કરશે.

(10:16 pm IST)