મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલના ચિફ ઓફ સ્ટાફ તરીકે શ્રી ગૌતમ રાઘવનની નિમણુંક

વોશીંગ્ટનઃ યુ.એસ. સ્થિત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવુમન સુશ્રી પ્રમિલા જયપાલએ તેમના ચિફ ઓફ સ્ટાફ તરીકે ઇન્ડિયન અમેરિકન અનુભવી રાજકિય કાર્યકર શ્રી ગૌતમ રાઘવનની નિમણુંક કરી છે.

શ્રી રાઘવન આ અગાઉ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન LGBTQ નાગરિકો માટેના કેમ્પેનમાં કામગીરી બજાવી ચૂકયા છે.

ઉપરોકત હોદ્દા ઉપર નિમણુંક મળવા બદલ તેમણે આનંદ તથા રોમાંચ અનુભવ્યો હતો. તથા સુશ્રી જયપાલના પરિવાર સાથે પોતાના પરિવારનો બહુ જૂનો નાતો હોવાનું જણાવ્યું હતું. સુશ્રી જયપાલએ પણ શ્રી ગૌતમને નિમણુંક આપતા જણાવ્યું હતું કે તેમના રાજકારણના અનુભવનો આપણને સહુને લાભ મળશે.

(9:32 pm IST)