મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

માધુરી દીક્ષિત લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે : પુણેથી બેઠક પરથી ભાજપ મેદાનમાં ઉતારશે

પૂણેથી ચૂંટણી લડવા અંગે તેમનું નામ શોર્ટલિસ્ટ થઈ ચૂક્યુ છે

મુંબઈ :ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત 2019માં લોકસભા ચૂંટણીમાં જંગમાં ઝંપલાવશે માધુરી દીક્ષિત ભાજપની ટિકિટ પર પૂણે લોકસભા સીટ પરથી લડવાની ચર્ચા છે. પાર્ટીના એક સીનિયર નેતા મુજબ દીક્ષિતને ચૂંટણીમાં ઉતારવા અંગે પાર્ટીના દિગ્ગજો નિર્ણય લઈ ચૂક્યા છે.

   ચૂંટણી લડવા અંગે માધુરી કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.પરંતુ  રાજ્યના એક ભાજપ નેતાનું કહેવુ છે કે પૂણેથી ચૂંટણી લડવા અંગે તેમનું નામ શોર્ટલિસ્ટ થઈ ચૂક્યુ છે. દીક્ષિત પણ ગંભીરતાથી ચૂંટણી લડવા પર ધ્યાન આપી રહી છે. પાર્ટી માધુરી માટે પૂણેને સૌથી સારી સીટ માની રહી છે. 2014માં ભાજપ ઉમદેવારે મોટા અંતરથી કોંગ્રેસ ઉમેદવારને હરાવીને આ સીટ જીતી હતી.

     આ વર્ષે જૂનમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતભાઈ  શાહે સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ દેશના ઘણા જાણીતા લોકોની મુલાકાત લીધી હતી. માધુરીને પણ તેઓ મળ્યા હતા, તેમણે માધુરી અને તેમના પતિના ઘરે જઈને વાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યુ છે કે આ મુલાકાત બાદ જ તે ભાજપ નેતાઓથી વધુ સંપર્કમાં આવી હતી

  માધુરી દીક્ષિત ઉપરાંત પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સહેવાગને પણ ભાજપ ટિકિટ મળવાની ચર્ચા ઘણી વાર થઈ છે. ગંભીર ઘણી વાર દિલ્લીની આપ સરકારની ટીકા સોશિયલ મીડિયા પર કરી ચૂકી છે. જેનાથી તેમની ભાજપ સાથેના સંપર્કને બળ મળ્યુ છે. આ વર્ષે અમિતભાઈ શાહે પોતાની સરકારની સફળતાઓ બતાવવા અને સમર્થન માંગવા માટે બે ડઝનથી વધુ લોકોને મળ્યા હતા.

(12:00 am IST)