મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

કોચ્ચિમાં પતિના મૃત્યુનો એવો આઘાત લાગ્યો કે પત્નિએ ૪ થી પ કલાકના અંતરમાં જ દુનિયા ત્યાગી દીધી

કોચ્ચિઃ આજના સમયમાં પતિ-પત્ની લગ્ન કરીને સુખી જીવન જીવી રહ્યા હોય તેવા ઘણા ઓછા ઘરો જોવા મળશે. ક્યારેક ઘરમાં થતા સતત ઝઘડા તો અન્ય કોઈ કારણોથી લગ્ન થયાના થોડા મહિના કે વર્ષોમાં ડિવોર્સ લેવાનું નક્કી કરી લેતા હોય છે. પરંતુ બધા વચ્ચે એક એવું દંપતિ છે જે આપણને સાથે જીવવાની નહીં પરંતુ સાથે મરવાનું પણ ઉદાહરણ આપે છે.

53 વર્ષ સાથે રહ્યા બાદ વિરહમાં પત્નીએ કર્યો દેહત્યાગ

પાછલી 15મી નવેમ્બરે પોતાના લગ્નના 53 વર્ષ પૂરા કર્યા, આટલા સમયનો સાથ માત્ર અમુક પળોમાં છૂટી જશે લીલમ્માએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. પતિના મૃત્યુનો એવો આઘાત લાગ્યો કે માત્ર 4-5 કલાકના અંતરમાં તેમણે પણ દુનિયા ત્યાગી દીધી. હવે બંને શાંતિથી કોઈ બીજી દુનિયામાં એક સાથે રહેશે.

માત્ર 5 કલાકના અંતરમાં બંનેનું મૃત્યુ

પીએમ જોસ અને લીલમ્મા જોસ કોચ્ચિના મૂલનતુરૂતિ વિસ્તારના રહેવાસી છે. પરિવારે જણાવ્યું કે પીએમ જોસે મંગળવારે સાંજે શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ કરી. તેમને તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બુધવારે સવાર લગભગ 7.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. પતિના મોતથી આઘાતમાં લીલમ્માની તબિયત અચાનક ખરાબ થવા લાગી. પરિવાર તેમને લઈને હોસ્પિટપ પહોંચ્યો, જ્યાં 12 વાગ્યે તેમણે પણ અંતિમ શ્વાસ લીધા.

હંમેશા સુખ-દુખમાં હસતું જોવા મળતું દંપતિ

પીએમ જોસ (80 વર્ષ) એક કન્સ્ટ્રક્શન કંપની હતી અને વિસ્તારમાં તેમનો એક શોપિંગ કોમ્પલેક્ષ હતો. પરિવાર અને તેમના નિકટના તેમને એક આદર્શ કપલ તરીકે બતાવે છે, જે સુખ-દુખમાં હંમેશા હસતા-હસતા સાથે રહ્યા. પીએમ જોસના નાના દીકરા વર્ગીસ જોસે કહ્યું, અમારા પરિવારમાં બધા એકબીજાની ખૂબ નિકટ રહેતા હતા. મેં હંમેશા મારા માતા-પિતાને હસતા અને ખુશ જોયા છે. બંનેએ ભલે એકબીજા માટે શબ્દોમાં પોતાના પ્રેમનું વર્ણન કર્યું હોય પરંતુ અમને બધાને તે દેખાતું હતું.

(5:12 pm IST)