મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

બેન્ક ઓફ બરોડામાં ૯૧૩ જગ્‍યાઓ માટે ભરતી કરાશેઃ ૨૬મી ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

લાંબા સમયથી બેંકમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક સારી તક આવી છે. બેંક ઓફ બરોડામાં સ્પેશ્યાલિસ્ટ ઓફિસર્સના પદો માટે બમ્પર વેકેન્સી નીકળી છે. જણાવી દઈએ કે કુલ 913 પદો માટે ભરતી કરવામાં આવી રહી છે. આવેદન કરવા માટે ઉમેદવાર પાસે 5 ડિસેમ્બરથી લઈને 26 ડિસેમ્બર સુધીનો સમય છે. બાદ લિંક એક્ટિવ નહીં રહે. નોકરી સંબંધિત વધુ જાણકારી માટે નીચેની સ્લાઈડમાં જુઓ.

કેટલી છે વેકેન્સી

બેંક ઓફ બરોડા દ્વારા બહાર પડાયેલી ભરતીમાં મીડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 2 અને 3ની, તો જુનિયર મેનેજમેન્ટ ગ્રેડમાં સ્કેલ 1ની વેકેન્સી બહાર પડાઈ છે.

પદનું નામ                                              પદોની સંખ્યા

લીગલ (સ્કેલ-3)                                        20 વેકેન્સી

લીગલ ( સ્કેલ-2)                                       40 વેકેન્સી

વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ- સેલ્સ (સ્કેલ-2)              150 વેકેન્સી

વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ- સેલ્સ (સ્કેલ 1)              700 વેકેન્સી

મેનેજમેન્ટ સર્વિસિસ- ઓપરેશન્સ (સ્કેલ -2)         1 વેકેન્સી

વેલ્થ મેનેજમેન્ટ સર્વિસિસ

ઓપરેશન્સ (સ્કેલ-1)                                  2 વેકેન્સી

ઉંમર મર્યાદા

લીગલ (સ્કેલ-3) 28-35 વર્ષ

લીગલ ( સ્કેલ-2) 25-32 વર્ષ

વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ- સેલ્સ (સ્કેલ-2) 25-35 વર્ષ

વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ- સેલ્સ (સ્કેલ 1) 21-30 વર્ષ

મેનેજમેન્ટ સર્વિસિસ- ઓપરેશન્સ (સ્કેલ -2) 25-35 વર્ષ

વેલ્થ મેનેજમેન્ટ સર્વિસિસઓપરેશન્સ (સ્કેલ-1) 21-30 વર્ષ

કેવી રીતે કરશો એપ્લાય

જોબ માટે એપ્લાય કરવા ઉમેદવારો પાસે 05 ડિસેમ્બર 2018થી 26 ડિસેમ્બર 2018 સુધીનો સમય છે. ઉમેદવારોએ સમય દરમિયાન પોતાનું આવેદન જમા કરાવું ફરજિયાત છે. યોગ્ય ઉમેદવાર  (https://www.bankofbaroda.com) પર ઓનલાઈન એપ્લાય કરી શકે છે.

કેટલી હશે ફી?

જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ફી 600 રૂપિયા હશે. જ્યારે SC, ST અથવા વિકલાંગ ઉમેદવારો માટે 100 રૂપિયાની ફી ભરવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર 2018 સુધીની હશે.

(5:09 pm IST)