મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

હવે ડોલરનું વર્ચસ્વ ખતમ : ભારત અને યુએઇ વચ્ચે ડોલરના માધ્યમને બદલે દિરહામ અને રૂપિયામાં નાણાંકીય લેતી-દેતી થશે : બંને દેશો વચ્ચે થયા ઐતિહાસિક કરાર

અબુ ધાબી, તા. ૬ : વર્ષે પ૦ બિલીયન ડોલરનો જંગી નાણાકિય વહેવાર ધરાવતા યુનાઇટેડ આરબ અમિરાત તથા ભારતે મંગળવારે ઐતિહાસિક કરાર કર્યા છે. જે મુજબ અત્યાર સુધી બંને દેશો વચ્ચે ડોલરના માધ્યમથી નાણાંકિય વ્યવહાર થતા હતા. તેને બદલે હવેથી UAEના ચલણ હિરહામ અને ભારતના ચલણ રૂપિયાથી તમામ પ્રકારના આયાત નિકાસ વેપાર કરાશે.

આ કરારનો સૌથી મોટો ફાયદો એ થશે કે ડોલરના ભાવની વધઘટ સાથે હવે કોઇ નિસ્બત રહેશે નહીં. છેલ્લા ઘણા સમયથી ડોલર સામે રૂપિયા સહિત અનેક દેશોના ચલણનું ઘટી રહેલું મૂલ્યે આયાત નિકાસમાં ભાવ વધારો કરાવનારૂ બની રહેતું હતું તે બાધા હવે દૂર થવાની વકિદ થી ભારતમાં કરાતી નિકાલ તથા ભારત UAEમાં કરાતી આયાત સસ્તા થશે.

આ કરાર ભારતના વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજની UAEના રાષ્ટ્રીય દિનની ઉજવણી પ્રસંગે હાજરી આપવા સમયે થયા છે જે વકીદમાં અબુધાબી મુકામે  UAE ઇન્ડિયા જોઇન્ટ કમિશન મીટીંગમાં બંને દેશોના ફોરેન અફેર્સ મિનિસ્ટરની હાજરીમાં કરાયા છે. જેમાં UAEની સેન્ટ્રલ બેંકના ડેપ્યુટી ગવર્નર મોહમ્મદ અલી બિનઝાએદ અલ ફલાસી તથા UAE ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી નવદીપ સિંઘ સુરાએ સહી સિક્કા કર્યા છે. જેમાં બંને દેશો વચ્ચેના નાણાંકિય વ્યવહાર દિરહામ તથા રૂપિયાી કરવા ઉપરાંત અન્ય ક્ષેત્રો જેવા કે એજયુકેશન એગ્રિકલ્ચર, સ્પેસ, લાઇવ સ્ટોક, બેકિંગ સહિત તમામ ક્ષેત્રે સહયોગ સાધવા MOU કરાયા છે. તેવું ખલીજા ટાઇમ્સ દ્વારા જાણવા મળે છે.

(4:48 pm IST)