મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

ભાજપમાં ભુકંપ : મહિલા સાંસદનું રાજીનામું પક્ષ સમાજમાં ભાગલા પડાવતો હોવાનો આરોપ

યુ.પી.ના બહરાઇચથી સાંસદ સાવિત્રીબાઇ ફુલેએ પક્ષના તમામ હોદાઓ ઉપરથી રાજીનામુ આપ્યુ

લખનૌ : યુપીના બહરાઇચથી ભાજપના સાંસદ સાવિત્રીબાઇ ફુલેએ ભાજપના સભ્યપદે રાજીનામુ આપતા ખળભળાટ મચી ગયો છે. તેમણે કહયું છે કે પક્ષ સમાજમાં ભાગલા પડાવવાનુ કામ કરી રહયો છે. તેઓ સનસનીખેજ આરોપ મુકયો. છેલ્લા બે દિવસથી તેઓ રામમદિર ઉપર તીખા પ્રહારો કરતા રહયા હતા.

(3:53 pm IST)