News of Thursday, 6th December 2018
"40 અંડર 40 " : અમેરિકાના સાક્રામેન્ટો બિઝનેસ જર્નલ દ્વારા બહાર પડાયેલી 2018 ની સાલની યાદીમાં 3 ઇન્ડિયન અમેરિકન બિઝનેસ લીડરએ સ્થાન મેળવ્યું
સાક્રામેન્ટો : અમેરિકાના સાક્રામેન્ટો બિઝનેસ જર્નલ દ્વારા બહાર પડાયેલી 2018 ની સાલની "40 અંડર 40 " યાદીમાં 3 ઇન્ડિયન અમેરિકન વ્યવસાયિકોએ સ્થાન મેળવ્યું છે.જેમાં KPMG LLP મેનેજર શ્રી વિધુ શેખર, Dermveda ના સી.ઈ ઓ સુશ્રી વેનીતા શિવમણી, તથા Ethan Conrad Properties Inc., ના શ્રી શોન ધીલ્લોનનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:41 pm IST)