મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

યુ.એસ.ના વોશિંગટન સ્ટેટ સેનેટર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મનકા ધીંગરા ડેપ્યુટી સેનેટ મેજોરીટી લીડર તરીકે ચૂંટાઈ આવ્યા

વોશિંગટન : યુ.એસ.ના વોશિંગટન સ્ટેટ સેનેટર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મનકા ધીંગરા ડેપ્યુટી સેનેટ મેજોરીટી લીડર તરીકે ચૂંટાઈ આવ્યા છે.ઉપરાંત તેઓ ન્યુ બિહેવરીઅલ હેલ્થ સબ કમિટી ચેર તરીકે પણ જવાબદારી સંભાળશે

  ઉપરોક્ત પદ ઉપર ચૂંટાઈ આવવા બદલ તેમણે  જણાવ્યું હતું કે જયારે કોઈ અસ્વેત વ્યક્તિ નેતૃત્વ મેળવે છે ત્યારે સમગ્ર કોમ્યુનિટીનો ઉત્કર્ષ થાય છે.સુશ્રી ધીંગરા વોશિંગટન સ્ટેટના 45 માં ડિસ્ટ્રીક્ટમાંથી ફરી વખત 4 વર્ષની મુદત માટે ચૂંટાઈ આવ્યા છે.તેઓ કિંગ કાઉન્ટી પ્રોસિક્યુટર તરીકે સેવાઓ આપે છે.તેવું સ્થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:40 pm IST)