મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

ડિસેમ્બરમાં બે દિવસ બેન્કોની હડતાળ :છેલ્લા વીકમાં પાંચ દિવસ ખોરવાશે બેન્કોનું કામકાજ

નવી દિલ્હી :આગમી 26 ડિસેમ્બરે બેન્કોએ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે જયારે બેન્ક ઑફિસરોના યુનિયનને 21 ડિસેમ્બરે પણ બેન્કો બંધ રાખવાની ચીમકી આપી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ક્રિસમસની રજા પણ આવી રહી છે. આથી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બેન્કના બધા જ કામકાજ ખોરવાઈ જવાની શક્યતા છે.

  ધ ઑલ ઈન્ડિયા બેન્ક ઑફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)એ જણાવ્યું કે ક્લાસ 4 અને તે ઉપરના અધિકારીઓને પગારના સેટલમેન્ટમાં અવગણાયા હોવાથી તેના વિરોધમાં 21 ડિસેમ્બરે હડતાળ પાડવાની છે. 21 ડિસેમ્બરે શુક્રવાર છે. આથી 26 ડિસેમ્બર સુધી બેન્કના કામકાજ ખોરવાય તેવી શક્યતા છે. માત્ર 24 ડિસેમ્બર સોમવારે બેન્કો ચાલુ રહેશે. 22 ડિસેમ્બરે બીજો શનિવાર હોવાથી બેન્કો બંધ રહેવાની છે.

  AIBOCએ હડતાળની નોટિસમાં જણાવ્યું, “અમે સ્કેલ 1થી 6ના ઑફિસરો માટે પગાર વધારાનો સંપૂર્ણ અધિકૃત આદેશ ઈચ્છીએ છીએ.આ લેટરની કૉપી દિલ્હીના ચીફ લેબર કમિશનરને પણ આપવામાં આવી હતી. યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ (UFBU) હેઠળ નવ બેન્ક એસોસિયેશન કામ કરે છે. UFBU26 ડિસેમ્બરે પગારના સેટલમેન્ટ અને બેન્કના મર્જર વિરૂદ્ધ હડતાળની ઘોષણા કરી છે.

  UFBUએ ઈન્ડિયન બેન્ક્સ એસોસિયેશનની 8 ટકા પગારવધારાની ઑફર ઠુકરાવી દીધી હતી. એસોસિયેશને સ્કેલ 1થી સ્કેલ 3ના અધિકારીઓને સેટલમેન્ટ આપવાની તૈયારી દર્શાવી હતી અને સ્કેલ 4 પછીના અધિકારીઓ માટે બેન્ક મુજબ પગાર વધારો આપવાની ઑફર કરી હતી. AIBOC જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ જણાવ્યું કે 1979થી સ્કેલ 1થી સ્કેલ 6ના મેનેજરનો સાથે પગાર કરાય છે. IBAએ મોટાભાગના બેન્ક કર્મચારીઓએ આ માટે સહમતિ નથી આપી એ વાતને અવગણી છે જેની સામે અમારો વિરોધ છે.

(12:00 am IST)