મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

બુલંદશહેર હિંસાકાંડનો મુખ્ય આરોપી યોગેશ રાજે વિડિઓ જાહેર કરીને પોતે નિર્દોષ હોવાનો કર્યો દાવો

એક યુવક અને એક પોલીસકર્મીને ગોળી વાગી. આ સમયે હું ત્યાં હાજર ન હતો.

યુપીના બુલંદશહરની સ્યાનામાં ભડકેલી હિંસાનો મુખ્ય આરોપી ગણાતો અને બજરંગ દળનો જિલ્લા સંયોજક યોગેશ રાજ પોલીસની પકડથી દૂર છે. ત્યારે તેણે એક વીડિયો જાહેર કરીને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે

  વીડિયોમાં યોગેશ ક્લિન સેવમાં જોવા મળ્યો છે. યોગેશનું કહેવું છે કે પોલીસ તેને એક મોટા ગુનેગાર તરીકે રજૂ કરી રહી છે યોગેશનો દાવો છે કે તે દિવસે બે અલગ ઘટનાઓ બની. સ્યાના નજીકના મહાવ ગામે ગૌવંશની કતલની ઘટના બની. મામલાને શાંત કરીને હું મારા સાથીયો સાથે સ્યાના પોલીસ મથકમાં હતો. તે સમયે મહાવ ગામે ગામલોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જેમાં એક યુવક અને એક પોલીસકર્મીને ગોળી વાગી. આ સમયે હું ત્યાં હાજર ન હતો.

(12:00 am IST)