મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

''અક્ષયપાત્ર ફાઉન્ડેશન USA''ના ઉપક્રમે કેલિફોર્નિયામાં દિવાળી ઉત્સવની ઉજવણી સાથે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ ૪૦૦ જેટલા દાતાઓએ પાંચ લાખ ડોલરનું ડોનેશન આપી ઝોળી છલકાવી દીધીઃ ભારતના મુંબઇમાં ચલાવાતી મધ્યાહન ભોજન યોજાના માટે રકમનો ઉપયોગ કરાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૧૭ નવેં.૨૦૧૮ના રોજ અક્ષયપાત્ર ફાઉન્ડેશન USAના ઉપક્રમે દિવાળી ઉત્સવની ઉજવણીની સાથોસાથ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં મુંબઇમાં ચલાવાતી મધ્યાહન ભોજન યોજના માટે ૪૦૦ જેટલા દાતાઓએ પાંચ લાખ ડોલરનું ડોનેશન આપી ઝોળી છલકાવી દીધી હતી.

આ તકે અક્ષયપાત્ર યુથ એમ્બેસેડર સુશ્રી જાહનવી મહેતા, ceo સુશ્રી વંદના તિલક,સહિતના હોદેદારોએ ૨૦૨૦ની સાલ સુધીમાં અક્ષયપાત્રના ઉપક્રમે ભારતની પાંચ મિલીયન સ્કૂલોના બાળકોને મધ્યાહન ભોજન પુરૃ પાડવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

ઉપસ્થિતા બિઝનેસ એકઝીકયુટીવ્સ, તેમજ કોમ્યુનીટી, અગ્રણીઓ તથા ડોનર્સના મનોરંજન માટે બોલીવુડ ગીતોનું આયોજન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે અક્ષયપાત્રના સૂત્ર મુજબ કોઇપણ બાળક ભોજનના અભાવે શિક્ષણથી વંચિત ન રહેવું જોઇએ.

(9:25 pm IST)