મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

બેંગલુરુમાં એરોસ્પેસ લેબોરેટરીમાં ભયાનક વિસ્ફોટ :એક વૈજ્ઞાનિકનું મોત :ત્રણ ગંભીર

હાઈડ્રોજન ગેસ સિલિન્ડર ફાટવાને કારણે વિસ્ફોટથયાનો પ્રાથમિક અંદાજ

બેંગલુરુઃ કર્ણાટકમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની એરોસ્પેસ લેબોરેટરીમાં ભયાનક વિસ્ફોટ થતાં એક વૈજ્ઞાનિકનું મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણને ગંભીર ઇજા થયાનું જાણવા મળે છે

 મળતી વિગત મુજબ બેંગલુરુમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની એરોસ્પેસ લેબોરટરીમાં આ વિસ્ફોટ થયો છે. પ્રાથમિક અંદાજ મુજબ હાઈડ્રોજન ગેસ સિલિન્ડર ફાટવાને કારણે વિસ્ફોટ થયો છે. 

સદાશિવનગર પોલિસના જણાવ્યા અનુસાર, લેબોરેટરિમાં થયેલા આ વિસ્ફોટમાં એક વૈજ્ઞાનિકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે અન્ય ત્રણને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

(12:00 am IST)