News of Thursday, 6th December 2018
"ગ્લેમર વુમન ઓફ ધ ઈયર 2018 ": અમેરિકાના ગ્લેમર મેગેઝીને બહાર પડેલી યાદીમાં કેલિફોર્નિયાના ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસએ સ્થાન મેળવ્યું
ન્યુયોર્ક : અમેરિકાના ગ્લેમર મેગેઝીને 12 નવે.ના રોજ બહાર પાડેલી "ગ્લેમર વુમન ઓફ ધ 2018 " યાદીમાં કેલિફોર્નિયાના ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસએ સ્થાન મેળવ્યું છે.આ ઉપરાંત અભિનેત્રી વાયોલા ડેવિસ,મોડેલ ક્રિસી ટેઇન,જજ રોઝમેરી એવિલિન,સહિતની મહિલાઓને સ્થાન અપાયું છે.તેવું unn દ્વારા જાણવા મળે છે.
(12:00 am IST)