મુખ્ય સમાચાર
News of Thursday, 7th December 2017

કબાગાંધીનાં 'ડેલા'ની મુલાકાત પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ધન્યતા અનુભવી

આજે રાજકોટની મુલાકાતે આવેલ દેશના પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીએ રાષ્ટ્રપિતા ગાંધીજીએ જયાં બાળપણ વિતાવ્યું હતું તે 'કબા ગાંધી'ના ડેલાના ઐતિહાસિક સ્થળની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. તે વેખતની તસ્વીરમાં ગાંધીજીને વંદના કરી રહેલા મનમોહનસિંહ તથા તેઓની સાથે અશોક ગેહલોત દર્શાય છે. અન્ય તસ્વીરમાં ગાંધીજીનાં જીવન ચરિત્રનું મ્યુઝીયમ નિહાળી રહેલા તથા મુલાકાત પોથીમાં નોંધ કરી રહેલા મનમોહનસિંહજી દર્શાય છે. તેમજ મનમોહનસિંહજીને આવકારી રહેલા શિક્ષણવિદ્ હેલીબેન ત્રિેવેદી સહીતના આગેવાનો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:30 pm IST)