News of Wednesday, 7th November 2018
અમેરીકી વિદેશ મંત્રાલયએ ભારતીય ભોજન સાથે પ્રથમ દિવાળી પર્વની ઉજવણી કરી
અમેરીકન વિદેશ મંત્રાલયે ભારતીય દૂતાવાસના સહયોગથી પ્રથમ વખત દિવાળી સમારોહનું આયોજન કર્યુ. સમારોહમાં સામેલ થયેલ વિદેશ મંત્રાલય તથા ભારતીય દૂતાવાસના અધિકારીઓ સહિત લગભગ ર૦૦ મહેમાનોને શાકાહારી ભારતીય ભોજન પીરસવામાં આવેલ. અમેરીકામાં ભારતના રાજદૂત નવતેજ સરના અને ઉપવિદેશમંત્રી જોન જે સુલિવાન આ દિવાળી સમારોહના મુખ્ય મહેમાન હતા.
(12:00 am IST)