મુખ્ય સમાચાર
News of Friday, 7th October 2022

રાજસ્‍થાનમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી

પહેલા પૂર્વ અને ત્‍યારબાદ પશ્ચિમના વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસશેઃ ખેડુતોની ચીંતા વધી

જયપુરઃ  રાજસ્‍થાનમાં હવામાન ફરી એકવાર  બદલાવાનું છે બંગાળની ખાડીમાં બનેલ હળવા દબાણના ક્ષેત્રના કારણે  રાજ્‍યમાં ફરી એકવાર વરસાદનો દૌર શરૂ થવાનો છે. હવામાન વિભાગે  યેલો એલર્ટ  જાહેર કર્યુ છે. જેના અનુસાર, રાજયમાં આગામી પાંચ દિવસ સુધી  વાદળો  ગાજવીજ સાથે જોરદાર  વરસશે. પહેલા બે દિવસ તેની અસર પૂર્વ રાજસ્‍થાનમાં જ રહેશે પણ તે પછી પમિ રાજસ્‍થાનમાં  પણ સારો વરસાદ થશે.

હવામાન વિભાગના તાજા રિપોર્ટ અનુસાર આજે પૂર્વ રાજસ્‍થાનના બારા, બૂંદી, ઝાલાવાડ, કોટા અને સવાઇ માધોપુર  જીલ્લાઓમાં ગાજવીજ સાથે ઘણા વિસ્‍તારોમાં ભારે વરસાદ થશે. તો અજમેર, અલ્‍વર, બાંસવવા, ભરતપુર, ભીલવાડા,  ચિત્તોડગઢ, દૌસા, ધૌલપુર, ડુંગરપુર, જયપુર, ઝુનઝુનુ, કરૌલી, પ્રતાપગઢ, રાજસમંદ, સીકર, સિરોહી, ટોંક અને ઉદયપુર જીલ્લાઓમાં ગાજવી સાથે હળવો વરસાદ થવાની શકયતા છે.

હવામાન વિભાગ અનુસાર, આ નવી  સીસ્‍ટમ્‍સની અસર રાજયમાં આગામી  પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. હવામાનના જાણકારો  અનુસાર, વરસાદની સાથે જ રાજસ્‍થાનના ઉષ્‍ણતામાનમાં પણ ઘટાડો થશે. જેથી શિયાળાની શરૂઆત પણ થશે.  વરસાદની આગાહીએ ખેડુતોની ચિંતા વધારી દીધી છે કેમકે ફસલની કાપણી સમયે થનાર વરસાદથી ખેડુતોને ભારે નુકસાનનો ભય સતાવવા લાગ્‍યો છે. 

(2:26 pm IST)