મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

હવે કાશ્મીર ફરવા જઇ શકશે સહેલાણીઓ : ટ્રાવેલ એડવાઇઝરી રદ્દ કરવા રાજ્યપાલે આપ્યો આદેશ

સલાહકારો અને મુખ્ય સચિવની સાથે જમ્મૂ કાશ્મીરની સ્થિતિ પર સમીક્ષા બેઠક બાદ નિર્ણંય

શ્રીનગર : જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખીણમાં પર્યટકો માટે લાગૂ કરાયેલ ટ્રાવેલ એડવાઇઝરીને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે એમણે આ નિર્ણય  બોલાવવામાં આવેલી સમીક્ષા બેઠકમાં લીધો હતો રાજ્યપાલે નિર્દેશ આપ્યો કે પર્યટકોને ખીણ છોડવાની ગૃહ વિભાગની એડવાઇઝરીને રદ્દ કરવામાં આવી રહી છે. આ આદેશ 10 ઓક્ટોબરથી લાગૂ થશે.

 

   રાજ્યપાલ સત્યપાલ મલિકે સલાહકારો અને મુખ્ય સચિવની સાથે જમ્મૂ કાશ્મીરની સ્થિતિ પર સમીક્ષા બેઠક કરી હતી જેમાં યોજના, આવાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રમુખ સચિવોએ પણ ભાગ લીધો હતો

    જમ્મૂ કાશ્મીરમાં પ્રતિબંધો લાગૂ થયા બાદ સુરક્ષા પરિદ્દશ્યની સમીક્ષા બેઠક થતી રહી છે. ગત છ સપ્તાહથી જમ્મૂ કાશ્મીરના મોટાભાગના ક્ષેત્રોમાંથી તમામ સુરક્ષા પ્રતિબંધ હટાવી દીધા છે.
   પહેલા લેવામાં આવેલ નિર્ણયોમાં હાયર સેકન્ડરી સ્કૂલો, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય, સાર્વજનિક પરિવહન, ટીઆરસી શ્રીનગરમાં મોટાભાગની યાત્રા કાઉન્ટર, જનતા અને સરકારી વિભાગોની સુવિધા માટે પ્રત્યેક જિલ્લામાં 25 ઇન્ટરનેટ કિયોસ્ક ખોલવા અને સરકારી કાર્યાલયોમાં ઉપસ્થિતિની મોનિટરીંગ જેવા મહત્વપૂર્ણ નિર્ણય સામેલ છે.

(11:27 pm IST)